ગુજરાતથી ઉત્તર પ્રદેશ તીર્થયાત્રા પર આવેલી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો

લખનઉ-આગરા એક્સપ્રેસ વે પર શુક્રવારે અયોધ્યાથી વૃંદાવન જઈ રહેલી બસ રોડ પર ઉભેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. જેના કારણે બસમાં સવાર ત્રણ શ્રદ્ધાળુનાં મોત થયા હતા, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. બસમાં સવાર તમામ લોકો ગુજરાતથી યાત્રા માટે આવ્યા હતા.

દુર્ઘટના અંગે જાણકારી આપતાં પોલીસ અધિક્ષક અખિલેશ ભદૌરિયાએ જણાવ્યું, ગુજરાતથી ઉત્તર પ્રદેશ તીર્થયાત્રા પર આવેલી શ્રદ્ધાળુઓની બસને શુક્રવારે સવારે એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો હતો. આ બસ રોડ પર ઉભેલા એક કન્ટેનર સાથે અથડાઈ હતી. જેના કારણે બસમાં સવાર આઠ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

તેમણે જણાવ્યું કે, ગુજરાતના આશરે 50 તીર્થયાત્રીઓ ભરેલી બસ અયોધ્યાથી વૃંદાવન જતી હતી. આ દુર્ઘટના સવારે છ વાગે બની હતી. જે બાદ તમામ ઘાયલોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે પાંચ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના બાદ થોડીવાર માટે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે દુર્ઘટના અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરી દીધી હતી.

error: Content is protected !!