અમદાવાદમાં ખંડણી માગતી ટોળકી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તોડબાજ પત્રકાર બનીને ખંડણી પડાવતા લોકો સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
તોડબાજ પત્રકાર બનીને ફરિયાદીના પરિવારને બદનામીની ધમકી આપવામાં આવતી હતી અને ફરિયાદી પાસેથી ધમકી આપીને રૂપિયા 75 હજાર પડાવ્યા હતા અને વધુ 3 લાખની માગ કરી રહ્યા હતા, જેને લઈને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ખંડણી માગતા ઓજેફ તીરમિરજી અને આબેદા શેખ અને સાબીર હુસેન શેખ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ઉલ્લેખનીય છે કે શહેરમાં અગાઉ પણ આવી ખંડણી માગવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે અને તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. ત્યારે હાલમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.