રાજકોટ : બહુચર માતાજી સામે રાજકોટના શખ્શે અભદ્ર ટીપ્પણી કરી હતી. બહુચર માતાજીના ભક્તોની લાગણી દુભાવાને લઈ આ અંગે મહેસાણા જિલ્લામાં એક ભક્ત યુવરાજસિંહ સોલંકી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટના શખ્શ મનસુખ રાઠોડ સામે કડી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તેના વિરુદ્ધ તપાસ શરુ કરવામાં આવી છે. શખ્શે બહુચર માતાજી અંગે સોશિયલ મીડિયામાં આ અંગેની પોસ્ટ કરી હતી અને જે વાયરલ થઈ હતી. આ અંગે ફરિયાદી યુવરાજસિંહે મીડિયાને બતાવ્યું હતુ કે, તેઓએ આ અંગે તેમને ટેલીફોનિક વાતચીત કરી હતી. આમ છતાં પણ તે શખ્શે વધારે અશોભનીય રીતના શબ્દો બહુચરાજી માતાજી અને અન્ય માતાજી અંગે વાપરવાને લઈ આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બહુચરાજીમાં ભક્તોને એકઠા થવા માટે સ્થાનિકોએ આહ્વાન કર્યું છે, આ અંગે બહુચરાજીના સ્થાનિક હર્ષદ પટેલે મીડિયાને જણાવ્યું હતુ. તેઓએ મનસુખ રાઠોડને કડક સજા થાય એવી માંગ કરી છે.
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર આરોપી સામે કડીમાં ફરિયાદ નોંધાઈ
- originaltapimitra
- July 6, 2024
- 4:10 pm
સુરતના સૈયદપુરામાં ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝર ફેરવાયું, હોબાળો ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવી દેવાયું
September 9, 2024
No Comments
ગીતા પ્રેસ દ્વારા 10 હજારથી વધુ ધાર્મિક પુસ્તકો અયોધ્યા મોકલવામાં આવ્યા
January 13, 2024
No Comments
એક વિધર્મીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્ન કરવાની લાલચ આપી 40 લાખ પડાવ્યા
December 8, 2024
No Comments
LIC અને SBI ના રોકાણકારોએ 5 દિવસમાં મોટી કમાણી કરી
February 11, 2024
No Comments
મોડાસા સબ જેલના બદલે મૌલાના સલમાન અઝહરીને સાબરમતી મધ્યસ્થ જેલમાં ધકેલાયો
February 18, 2024
No Comments