તેહરાન : ઉત્તરી ઈરાનમાં આવેલી એક હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાણી એક ઘટના બની હટી જેમાં આગને કારણે હોસ્પિટલમાં હાજર દર્દીઓ પૈકી કુલ 9 દર્દીઓના હોસ્પિટલમાં મોત નિપજ્યા છે. તો સ્થાનિક સરકારી મીડિયાએ આ વાતની પુષ્ટી કરી હતી. રાત્રે આશરે 1:30 કલાકે ઈરાનની રાજધાની તેહરાનના ઉત્તર-પશ્ચિમથી લગભગ 330 કિમી દૂર આવેલા રશ્ત શહેરની અંદર કૈમ હોસ્પિટલની અંદર એકાએક આગ ફાટી નીકળી હતી. તો આ આગ હોસ્પિટલના બેસમેન્ટમાં વીજળીના શોટ સર્કિટના કારણે આ વિકરાળ આગ લાગી હતી. તો બેસમેન્ટમાં હોસ્પિટલમાં ઉપયોગ આવતો સામાન મૂકવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના ની જાણ થતા અગ્નિશામક દળ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા હતા. ત્યારે આ હોસ્પિટલની અંદર આગ લાગી, ત્યારે 140 વધુ લોકો અંદર હતા. તો તમામને બચાવવા માટે તાત્કાલિક બચાવ કામગીરી શરુઆત કરવામાં આવી હતી. તો બચાવેલા 120 લોકોને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે હાલ, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તે ઉપરાંત સરકારે હોસ્પિટલમાં આગને લઈ વિશેષ કાર્યવાહી કરવાની સૂચના પાઠવી છે.