વ્યારાના તાડકુવા ગામની યુવતી અચાનક ગુમ થઈ ગયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ,
વ્યારા તાલુકાનાં તાડકુવાની અને મુળ ઉત્તરપ્રદેશની ૨૩ વર્ષીય યુવતી ગત તારીખ ૨૪-૨-૨૫ નારોજ સાંજના આશરે ૫ કલાકના અરસામાં ઘરે કોઈને કહ્યા વગર કયાંક ચાલી ગઈ હત. જેથી તારીખ ૨૫-૨-૨૫ નારોજ બપોર સુધી ઘરે પરત ન આવતા તેણીની બહેનપણીને ત્યાં તપાસ કરતા તેણી તારીખ ૨૪ નારોજ બહેનપણીને ત્યાં આવ્યા બાદ રાત્રિના સમયે ઘરે જવાનું કહી નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું. જોકે યુવતીની શોધખોળ છતા ન મળતા તેણીના પિતાએ દિકરી ગુમ થવા અંગેની પોલીસને જાણ કરતા પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરી હતી.