તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૫મી ઓગષ્ટ ૨૦૨૫ ના રોજ ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ્ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. ‘ *સ્વાતંત્ર્ય પર્વ ૨૦૨૫* ‘ની પૂર્વ સંધ્યાએ તા.૧૪/૦૮/૨૦૨૫ ના રોજ સાંજે ૭-૦૦ કલાકે તાપી જિલ્લા માહિતી કચેરી અને વ્યારા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શિવાજી ચોક, ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ વરસાદી માહોલ વચ્ચે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય *લોકડાયરો* યોજાયો હતો.
તાપી જિલ્લાના નાગરિકો દેશભક્તિના રંગે રંગાય અને એકતાની ભાવના રાખી દેશદાઝના જુસ્સા સાથે સ્વાતંત્ર્ય પર્વમાં ભાગ લે તેમજ નગર,રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે તેવા ઉમદા આશય સાથે ઓમકાર મ્યુઝિકલ ગૃપ,વાલોડ દ્વારા લોકડાયરામાં દેશભક્તિ ગીત મનમોહક સંગીત સાથે રજુ કર્યા હતા. જિલ્લાના સ્થાનિક આદિવાસી કલાકારોને પોતાની કલાને કાબેલીદાદ રજુ કરી વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું.લોકડાયરાના આ કાર્યક્રમમાં મશહુર ગાયક કલાકારો અજયભાઈ ચૌધરી, મયુરભાઈ,ભૂમિકા વસાવા, સાજીંદા કલાકારો, કી-બોર્ડ અનીલ ચૌધરી, તબલા કુણાલ ગામીત,ઓકટોપેડ પાઉલ –જિગર ચૌધરી ,મંજીરા-શૈલેષભાઈ ચૌધરી સહિત તમામ કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.





