સુરત : સુરત બાદ હવે બનાસકાંઠામાં સરકારી કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા હોવાની ઘટના સામે આવી છે. અંબાજી એસટી ડેપોના કર્મચારીઓના વિદાય સમારંભ બાદ એસટી વિભાગનાં કેટલાક કર્મચારીઓ દ્વારા દારૂની પાર્ટી કરવામાં આવી હતી. આ પાર્ટીનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ ST નાં 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.
બનાસકાંઠાના અંબાજીમાં એસટી ડેપોનાં કર્મચારીઓના વિદાય સમારંભ બાદ વડગામ તાલુકામાં ધોરીગામ પાસે પાવઠી ખાતે એસટી વિભાગના કેટલાક કર્મચારીઓ દ્વારા દારુની પાર્ટી કરી હતી. દારૂની આ મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. આ વીડિયોમાં દેખાય છે કે એસટી વિભાગના કેટલાક કર્મચારીઓ દારૂ અને ચખણાની મજા માણી રહ્યા છે. આ વીડિયો સામે આવતા હવે વિભાગ દ્વારા જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે, એસ ના ડીસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને જવાબદાર ત્રણ કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા