પાટણમાં ગણેશ વિસર્જન કરવા જતાં સમયે એક મોટી દુર્ઘટના બની છે. સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલ લોકોમાંથી સાત લોકો પાણીમાં નહાવા પડ્યા હતા ત્યારે તેઓ ડૂબ્યાં હતા. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલો છે.
પાટણમાં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા લોકોમાંથી સાત લોકો ડૂબ્યાં છે. પાણીમાં ન્હાવા પડેલા 7 વ્યક્તિઓમાંથી 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે અન્ય 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ, એમ્બ્યલન્સ, પોલીસ SDM, મામલતદાર તેમજ ધારાસભ્ય કિરીટ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા છે.આ દુર્ઘટના સરસ્વતી નદીના બેરેજમાં સર્જાય હતી. તરવૈયાઓએ પાણીમાં ડૂબેલા ત્રણ લોકોને બચાવી લીધા હતા અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડૂબેલા લોકોમાં એક મહિલા તેમજ બે બાળકોનો સમાવેશ થાય છે.