બે મહિના પહેલાં નોકરીએ લાગેલા નોકરે દુકાનદારને ચુને ચોપડ્યો !

સુરત શહેરના મહિધરપુરા લાભ જ્વેલર્સમાં બે મહિના પહેલાં નોકરીએ લાગેલા નોકરે આવવાનું બંધ કરી દીધા બાદ શેઠે ઉપાડ આપવાની તૈયારી દર્શાવવા છતાં આવતો નહિ હોઈ સીસીટીવી ચેક કરતાં ચોરીનો ભાંડો ફૂટયો હતો.

મળતી માહિતી પ્રમાણે શહેરના યોગીચોક, પ્રમુખછાયા સોસા. માં રહેતા શુભમ કાળુ બરવાળિયા મહિધરપુરા, ગલેમંડીમાં લાભજવેલર્સના નામે સોનાનું મેન્યુફ્રેક્ચરિંગ તથા જોબવર્કનું યુનિટ ચલાવે છે. તેમને ત્યાં હાલ નવ કારીગરો કામ કરે છે. ૧૬મી જાન્યુઆરીએ નોકરી પર લાગેલો ૪૪ વર્ષીય સુમંતા ભરત દેશમુખ (મૂળ રહે. દાલુબજાર, ઘાસુલપુર, જિ. બર્દવાન, ૫. બંગાળ)નો ૨૬મી માર્ચની નોકરી પર આવતો બંધ થઈ ગયો હતો. ફાઈલિંગનું કામ કરતાં આ બંગાળી કારીગરને કલાક દીઠ ૧૨૦ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવતો હતો. તે આવતો બંધ થઇ જતાં શુભમ તેને કોલ કર્યો હતો. પોતાને પાંચ હજારની જરૂર છે તે આપે તો આવવાની વાત કરી હતી. બીજા દિવસે નોકરી પર આવે ત્યારે ઉપાડ આપવાની તૈયારી દર્શાવ્યા બાદ પણ આ કારીગર નહિ આવી ફોન બંધ કરી દેતાં મામલો શંકાસ્પદ બન્યો હતો.સીસીટીવી ચેક કરવામાં આવતાં બે મહિનાના સમયગાળા દરમિયાન તેણે ૨૪ કેરેટ ચોખ્ખા સોનામાંથી ૩.૪૨ લાખની કિંમતનું ૩૮ ગ્રામ સોનાની ચોરી કર્યાનું બહાર આવતાં મામલો મહિધરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

error: Content is protected !!