સુરત શહેરના સચિનમાં રહેતા યુપીએસસીની સ્પર્ધાત્મક તૈયારી કરતા યુવકે ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. BAનો વિદ્યાર્થી 21 વર્ષિય યુવક છેલ્લા ત્રણ વર્ષથી ઊંઘ ન આવતી હોવાની બીમારીમાં પીડાય રહ્યો હતો.યુવકે બીમારીથી કંટાળીને આપઘાતનું પગલું ભરી લીધું હતું. સચિન પોલીસે વધુની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર ધુલિયાના વતની અને હાલ સચિન ગૃહ હાઉસિંગ બોર્ડ ખાતે આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં દીપકભાઈ બાગુલ આર્કિટેક એન્જિનિયર તરીકે નોકરી કરીને પત્ની અને બે પુત્રનું ગુજરાન ચલાવી રહ્યા છે. સંતાનો પૈકી 21 વર્ષીય પુત્ર મિત મહારાષ્ટ્ર ખાતે BAનો અભ્યાસ કરી રહ્યો હતો. સુરતમાં હાલ પરિવાર સાથે રહીને યુપીએસસીની સ્પર્ધાત્મક તૈયારી પણ કરતો હતો. મિતને છેલ્લા ત્રણ વર્ષથી ઊંઘ ન આવતી હોવાની બીમારી હતી.બીમારીને લઇને પોતે દવા પણ લેતો પણ તબિયતમાં કોઇ સુધાર નહી આવતા અંતે તેણે બીમારીથી કંટાળીને શનિવારે સાંજે ઘરે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવને લઈને પોલીસને જાણ કરવામાં આવતા સચિન પોલીસે મોતનું કારણ જાણવા માટેની તજવીજ હાથ ધરી છે.