ભાગીને પ્રેમલગ્ન કરનાર તરુણીએ ફાંસો ખાધો

દાહોદમાં કાળી તળઈના વતની અને હાલ વેસુ વિસ્તારમાં આવેલા નંદનવન પાસે પ્રતીક બંગ્લોઝમાં રહેતી નયના કશના ભૂરિયા ઘરકામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. દરમિયાન નયનાએ શનિવારે ઘરે પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ પરિવારને થતા સ્તબ્ધ થઈ ગયા હતા.

સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ વેસુ પોલીસ સ્થળ પર પહોંચી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી મૃતક નયનાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ લઈ ગયા હતા. વધુમાં મૃતક ત્રણ મહિના પહેલા પ્રેમી સાથે ભાગી ગયા હતા, ત્યારબાદ થોડા દિવસ પહેલા જ સુરત આવ્યા હતા. દરમિયાન તેણીએ આ પગલું ભરી લેતા પિયર પક્ષ દ્વારા આક્ષેપ કરાતા જણાવ્યું હતું કે, તેણી અમને ફોન કરીને કહેતી હતી, કે પ્રેમી અવારનવાર ઝઘડો કરે છે અને હેરાન પરેશાન કરે છે. આથી તેણીએ કંટાળી પગલું ભરી લીધું છે. સમગ્ર મામલે વેસુ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!