ગુજરાતના પાટણ જિલ્લામા વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એસ.ટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેમા હિંમતનગરથી માતાના મઢ જતી બસે રીક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રિક્ષામા સવાર પાંચ લોકોના મોત થયા છે. આ અકસ્માત સમીના વચ્છરાજ હોટલ નજીક સર્જાયો હતો.આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
