Accident : સોનગઢના કીકાકુઈ હાઇવે ઉપર ટ્રેક અડફેટે બાઈક ચાલકને ગંભીર ઈજા

સોનગઢ-વ્યારા નેશનલ હાઇવે માર્ગ ઉપર ટ્રક અડફેટે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી વ્યારાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

 

પ્રાપ્ત માહિતી અનુસાર સોનગઢના કીકાકુઈ ગામની સીમમાંથી પસાર થતો સોનગઢ-વ્યારા નેશનલ હાઇવે માર્ગ નંબર ૫૩ ઉપર આજરોજ બપોરે એક ટ્રકના ચાલકે ગોપીભાઈ રાજેન્દ્રભાઈ કુસ્વાહા નામના બાઈક ચાલકને અડફેટે લીધા હતા,આ અકસ્માતમાં બાઈક ચાલકને ઘૂંટણ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

error: Content is protected !!