સાપુતારા ઘાટ માર્ગમાં અકસ્માત : નાશિક-પાટણ બસની બ્રેક ફેલ થતા એક બાદ એક ત્રણ મોટર સાઈકલને અડેફેટે લીધી

સાપુતારા ઘાટ માર્ગમાં નાશિક-પાટણ બસની બ્રેક ફેલ થતા એક બાદ એક ત્રણ મોટર સાઈકલને અડેફેટે લીધી હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલ ત્રણ યુવાનો પૈકી 1 ની હાલત ગંભીર જ્યારે એકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો અનુસાર તા.૦૫મી ડીસેમ્બર નારોજ ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્રેક ફેઈલ થતા એસટી બસ એ ઘાટમાં એક બાદ એક ત્રણ મોટર સાઈકલને અડેફેટે લીધી હતી.

 બસની બ્રેક ફેલ થતા એક બાદ એક ત્રણ મોટર સાઈકલને અડેફેટે લીધી

નાશિકથી પાટણ જઈ રહેલી આ બસમાં અંદાજે 35 જેટલા મુસાફરો સવાર હતા. બ્રેક ફેલ થતાં બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ઝડપભેર નીચે ઉતરતી બસે ઘાટ માર્ગ પર એક બાદ એક ત્રણ મોટરસાયકલને અડફેટે લીધી હતી.જોકે ચાલકે બસને અંતે ઝાડ સાથે અથડાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ યુવાનો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે સામગહાન સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા યુવાનો પૈકી એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!