આરોપી પિતાને આજીવન કેદની સજા

મે-2024 દરમિયાન સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીર પુત્રી પર બળજબરીથી ધાકધમકી આપીને એકથી વધુ વાર બળાત્કાર ગુજારી પોક્સો એક્ટનો ભંગ કરનાર મૂળ ઉત્તરપ્રદેશના વતની એવા 35 વર્ષીય આરોપી પિતાને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ આર.આર.ભટ્ટે  તમામ ગુનામાં દોષી ઠેરવી જીવે ત્યાં સુધી આજીવન કેદ,રૂ.20 લાખ દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તથા ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ.7 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

સુરત શહેરના ડીંડોલી પોલીસ મથકની હદમાં રહેતી 14 વર્ષ 23 દિવસની વયની સગીર પુત્રીની ફરિયાદી માતાએ ગઈ તા.17-5-24ના રોજ ઉત્તરપ્રદેશના વતની એવા પોતાના આરોપી પતિ વિરુદ્ધ સગીર પુત્રીને ધાકધમકી આપીને એકથી વધુવાર બળાત્કાર ગુજારીને પોક્સો એક્ટના ભંગ બદલ ડીંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી ડીંડોલી પોલીસે આરોપી  પિતાની ઈપીકો-376, 376 (2)( એફ), 376 (2) (જે), 376 (2) (એન), 376 (3), 506(2) તથા પોક્સો એકટની કલમ-4,5(એલ)5(એન) અને 6ના ગુનામાં ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપી પિતા વિરુદ્ધ નિયત સમયમાં ચાર્જશીટ રજુ થયા બાદ તહોમત નામું મુકાયા બાદ કેસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે પોતાની પત્ની તથા ભોગ બનનારને અન્ય સાથે પ્રેમસંબંધ હોઈ આ બાબતે ઠપકો આપતા હાલમાં ખોટા આક્ષેપ કરતી ફરિયાદ કરી હોવાનો બચાવ લીધો હતો. ફરિયાદી માતાએ ખુદ પોતાની જુબાનીમાં પોતાની દીકરીને ખોટું બોલવાની આદત હોવાનું કબુલ્યું છે.

error: Content is protected !!