આ કેસમાં અભિનેતા વિજય રાઝ દોષમુક્ત,વિગતે જાણો

સહકર્મી દ્વારા 2020માં દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસમાં બોલીવુડ અભિનેતા વિજય રાઝને ગોંદિયાની કોર્ટે નિર્દોષ મુક્ત કર્યો છે.

એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ,ગોંદિયા મહેન્દ્ર સોરતેએ અભિનેતા સામેના આરોપો પડતા મૂક્યા છે. ક્રુ સભ્યે આરોપ કર્યો હતો કે ફિલ્મ ‘શેરની’ના શૂટિંગ દરમ્યાન પાંચ વર્ષ પૂર્વે અભિનેતાએ પોતાની જાતીય સતામણી કરી હતી.ગોંદિયામાં રામનગર પોલીસ સ્ટેશને કરેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર પચ્ચીસમી ઓક્ટોબર 2020ની રાત્રે અને 29 ઓક્ટોબર 2020ની સવારે કથિત ગુનો આચરાયો હતો.

ચોથી નવેમ્બર 2020ના રોજ મધ્ય પ્રદેશ બાલાઘાટમાં રાઝની ધરપકડ થઈ હતી.ફિલ્મના ક્રુ સભ્યો અહીં રહ્યા હતા. તેને એ જ દિવસે જામીન આપી દેવાયા હતા. હોટેલમાં ઘટના બની હતી પણ તપાસ અધિકારીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી નહોવાનું આદેશમાં જણાવ્યું હતું.હોટેલમાં રહેતા બેથી ત્રણ જણના નામ પણ ફરિયાદમોં નોંધ્યા હતા પણ તેમના નિવેદન રેકોર્ડ કરાયા નહોવાનું જજે નોંધ્યું હતું.

તપાસ અધિકારીએ વધુ તપાસ કરી નહોતી. સરકારી પક્ષના પુરાવા નબળા અને અપુરતા છે.સીસીટીવી ફૂટેજ પણ સ્પષ્ટ નથી, એમ કોર્ટે નોધ્યું હતું.આથી અરોપીને શંકાનો લાભ આપવામાં આવતો હોવાનું કોર્ટે નોંધ્યું હતું. મૌખિક આરોપ આરોપીને કસૂરવાર ઠેરવવા પુરતા નથી.

error: Content is protected !!