ચૂંટણીમાં જીત્ય બાદ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એક કિલો જલેબી મોકલી !

ગઈ કાલે મંગળવારે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા, ભારતીય જનતા પાર્ટી(BJP)એ કુલ 90 બેઠકોમાંથી 48 બેઠક જીતીને કોંગ્રેસની આશા પર પાણી ફેરવી દીધું. હરિયાણ ચૂંટણીના પ્રચાર દરમિયાન જલેબી ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. ચૂંટણીમાં જીત્ય બાદ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એક કિલો જલેબી મોકલી હતી.

નોંધનીય છે કે રાહુલ ગાંધીએ ગોહાના રેલી દરમિયાન સ્થાનિક મીઠાઈની દુકાનની જલેબી વિશે જે ટિપ્પણી કરી હતી, આ ટીપ્પણીનો વિડીયો વાયરલ થયો હતો.ગઈ કાલે ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા હતાં ત્યારે સોશિયલ મીડિયા પર જલેબી ટ્રેન્ડ કરી રહી હતી. હરિયાણા ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફૂડ ડિલેવરી એપનો એક સ્ક્રિન શોટ શેર કર્યો હતો, જેમાં રાહુલ ગાંધી માટે જલેબી ઓર્ડર કરવામાં આવી હોવાનું જણાઈ છે. ઓર્ડર ડિટેલમાં જોઈ શકાય છે કે જાણીતી મીઠાઈની બ્રાંડ બિકાનેરવાલાથી રાહુલ ગાંધીના દિલ્હીના રહેઠાણ માટે જલેબી મોકલવામાં આવી છે.

શું છે જલેબીનો મામલો? રાહુલ ગાંધીએ ગોહાનામાં એક રેલીમાં કહ્યું હતું કે મેં કારમાં જલેબીનો સ્વાદ ચાખ્યો અને મારી બહેન પ્રિયંકાને મેસેજ કર્યો કે આજે મેં મારા જીવનની શ્રેષ્ઠ જલેબી ખાધી છે. હું તારા માટે પણ જલેબીનો ડબ્બો લાવી રહ્યો છું. પછી મેં દીપેન્દ્ર જી અને બજરંગ પુનિયા જીને કહ્યું કે આ જલેબી ભારત સહિત આખી દુનિયામાં જાણીતી થવી જોઈએ. જો આ જલેબી દેશ-વિદેશમાં જશે તો કદાચ તેમની દુકાન ફેક્ટરીમાં ફેરવાઈ જશે અને હજારો લોકોને કામ મળશે. વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના જલેબી નિવેદન પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઝારખંડમાં કોંગ્રેસની જલેબીને ‘જૂઠાણાની જલેબી’ ગણાવી હતી.

 

error: Content is protected !!