રથયાત્રાની સુરક્ષા મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇ અગત્યની બેઠક

અમદાવાદ : ગુજરાત વર્ષોથી ભક્તિમય રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં યોજાય છે.  જેને લઈને રાજ્ય સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ભગવાન જગન્નાથજી આ રથયાત્રા દરમિયાન અમદાવાદ પોલીસની ખાસ ભાગીદારી રહેતી હોય છે. ગુજરાત પોલીસ દ્વારા રથયાત્રાને લઈને સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. હવે રથયાત્રાને જ્યારે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.

રથયાત્રાના દિવસે હજારોની સંખ્યામાં લોકો ભગવાનના રથના દર્શન માટે ઉમટતા હોય છે. ત્યારે રથયાત્રા સુરક્ષિત રીતે નીકળે તે માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. અમદાવાદની ૧૪૭ મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ છે.CM ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની ૧૪૭ મી કડી સફળતાથી સાકાર થાય તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી .આ મહત્વની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.સુરક્ષા માટે આઇ.જી.કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસકર્મીઓ સુધી મળી કુલ ૧૮,૭૮૪ સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર રહેશે.

error: Content is protected !!