કેલિફોર્નિયા : કેલિફોર્નિયામાં ફાધર્સ ડેની ઉજવણી દરમિયાન એક દુઃખદ હવાઈ દુર્ઘટના ઘટી હતી જેમાં, અમેરિકન એર મ્યુઝિયમ દ્વારા ‘ફાધર્સ ડે’ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવાઈ દુર્ઘટનામાં દક્ષિણ કેલિફોર્નિયા એરફિલ્ડ પાસે એક જૂનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બે લોકોના મોત થયા હતા.
દુર્ઘટના વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે વિમાન ક્રેશ થયા બાદ તેમાં ભીષણ આગ લાગી હતી. એવિએશન એડમિનિસ્ટ્રેશનએ જણાવ્યું હતું કે 2 એન્જિનનું લોકહીડ 12એ પ્લેન શનિવારે બપોરે લગભગ 12:30 વાગ્યે સાન બર્નાર્ડિનો કાઉન્ટીમાં ચિનો એરપોર્ટની પશ્ચિમમાં ક્રેશ થયું હતું. ચિનો વેલી ફાયર ડિસ્ટ્રિક્ટ બટાલિયનના ચીફ બ્રાયન ટર્નરે જણાવ્યું હતું કે અગ્નિશામકોએ 10 મિનિટની અંદર આગ પર કાબૂ મેળવી લીધો હતો અને વિમાનની અંદર બે લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા.
આ દુર્ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વિમાન ‘યાનક્સ એસ મ્યુઝિયમ’નું હતું. “આ સમયે અમે સ્થાનિક સત્તાવાળાઓ અને ઉડ્ડયન સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ,” એર મ્યુઝિયમે ફેસબુક પર જણાવ્યું હતું. ‘યાન્ક્સ એર મ્યુઝિયમ’ આગળની સૂચના સુધી બંધ રહેશે કારણ કે અમારું કુટુંબ આ ઘટના સાથે ઝઝૂમી રહ્યું છે અને અમે આ મુશ્કેલ સમયમાં નેવિગેટ કરવા માટે તમારી ધીરજ અને અમારી ગોપનીયતા માટેના આદરની પ્રશંસા કરીએ છીએ.”