હવે ‘પનીર’ નામે નહીં વેચાય એનાલોગ પનીર: FSSAIનો કડક નિર્ણય

નવી દિલ્હી : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ એનાલોગ પનીરના લેબલિંગ અને માર્કેટિંગ અંગે કડક નિર્દેશ આપ્યો છે. નવા નિયમ મુજબ ડેરી એનાલોગ શ્રેણી હેઠળ લાઇસન્સ ધરાવતા અથવા નોંધાયેલા ઉત્પાદકોએ હવે તેમના ઉત્પાદનોના લેબલ અને માર્કેટિંગમાં ‘પનીર’ શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે. આ નિર્દેશનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવ્યો છે.એનાલોગ પનીર દેખાવમાં અસલી પનીર જેવું હોય છે, પરંતુ તે દૂધના ઘટકોને બદલે અથવા તેની સાથે વનસ્પતિ તેલ જેવી અન્ય સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. તેના પોષણમૂલ્ય અને બંધારણમાં અસલી પનીરથી તફાવત હોય છે. FSSAIના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી ગ્રાહકોને ઉત્પાદનના ઘટકો અને તેની ઓળખ અંગે ગેરમાર્ગે દોરાતા અટકાવી શકાશે. નિયમોનું પાલન નહીં કરનારા ઉત્પાદકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

error: Content is protected !!