આજથી આસો માસની શારદીય નવરાત્રિનો પ્રારંભ : નવરાત્રિ પર્વમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ,AI કેમેરા પણ લગાવ્યા

ગુજરામાં સૌથી લોક પ્રિય ઉત્સવ એટલે નવરાત્રી આમ તો વર્ષમાં ચાર નવરાત્રિ આવતી હોય છે, પરંતુ આસો નવરાત્રીનું મહત્વ વધુ હોય છે. આજથી આસો માસની શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના શક્તિપીઠ પાવાગઢ, અંબાજી અને ચોટીલામાં મંગળા આરતી માટે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ છે. શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે યાત્રાધામ અંબાજી મંદિર ખાતે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો મા અંબાનાં ચરણોમાં આશીર્વાદ લેવા પહોચ્યા છે. નવરાત્રિ પર્વમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ છે.

શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આજથી પવિત્ર નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે મોટી સંખ્યામાં માઇભક્તો શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે વહેલી સાવરથી માતાજીનાં ચરણોમાં માથું ટેકવવા આવી રહ્યા છે. મા જગતજનની અંબાના દર્શન અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રિમાં ભક્તોનો મોટો ઘસારો રહે છે.આસો નવરાત્રી દરમિયાન દરાબે ઘૂમવા માટે યુવાધન ખુબજ આતુરતા પુર્વક રાહ જોતુ હોય છે. આજથી આસો માસની શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે નવરાત્રિ પર્વમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ થઇ ગયું છે.

ગુજરાતીઓ બિન્દાસ ગરબે રમી શકે તે માટે પોલીસ આખીરાત ખડેપગે રહેશે. કદાચ કોઈ ઘટના બને તો ગુનેગારને શોધવા માટે અમદાવાદ પોલીસે એસ.જી. હાઇવે, સિંધુ ભવન રોડ, GMDC ગ્રાઉન્ડ સહિતના સ્થળોએ 100 AI કેમેરા લગાવ્યા છે. સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પોલીસે AI કેમેરા લગાવ્યા છે.37 શહેરોમાં પોલીસ કર્મચારીઓ પરંપરાગત વેશભૂષામાં ખેલૈયાઓ સાથે ગરબા રમશે.

error: Content is protected !!