સરકારની સૂચના મુજબ રેશનકાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રેશનકાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીના રેશનકાર્ડ ધારકો જેમ કે NFSA-રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ , Non NFSA, APL- 1,2 એટલેકે ગરીબી રેખા ઉપર, BPL એટલે કે ગરીબી રેખા નીચે અને અંત્યોદય હોય તેઓએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખી ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખા ને સંપર્ક કરવો અથવા MY RATION CARD MOBILE APP મારફતે એપમાં દર્શાવેલ સ્ટેપ્સને અનુસરી જરૂરી પ્રમાણિકરણ માટે માહિતી સંબંધિત મામલતદાર કચેરીને મોકલી ઈ-કેવાયસી કરાવી શકો છો. જે રાશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી તેઓ તાત્કાલિક ઈ-કેવાયસી કરાવે તેમ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સર્વ રેશનકાર્ડ ધારકોને જણાવવામાં આવેલ છે. હાલમાં તથા ભવિષ્યમાં મળનારી સુવિધાઓનો લાભ વધુમાં વધુ લેવા માટે રેશનકાર્ડ પ્રમાણિકરણ કરાવી લેવા ખાસ અનુરોધ કરતા સર્વે જાહેર જનતાને આ અંગે નોંધ લેવા જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.