સોનગઢ તાલુકાના વઝરડા ગામે આજે તા. 3 જુલાઈ, 2026ના રોજ મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમ દરમિયાન (DHEW)ના જિલ્લા કોર્ડિનેટર હેમત પી. ગામીત અને જેન્ડર સ્પેશ્યાલિસ્ટ ખુશ્બુ જોનિલ ગામીતે વઝરડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ‘સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ’ અંગે સરળ અને સમજાય તેવી માહિતી આપી જાગૃત કર્યા. ઉપરાંત દીકરીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોને ટી-શર્ટ અર્પણ કરવામાં આવ્યા.





