સાવધાન! ઇનકમ ટેક્સ વિભાગના નામે નકલી ઇમેઇલ મોકલી લોકોને છેતરવાનું મોટું કૌભાંડ, PIB દ્વારા સત્યતા જાહેર

નવી દિલ્હી / અમદાવાદ: જો તમને પણ આવકવેરા વિભાગ (Income Tax Department) તરફથી કોઈ ઇમેઇલ મળ્યો હોય જેમાં ‘Compliance Gaps’ (રિટર્ન ફાઇલિંગમાં ખામી) હોવાનો દાવો કરવામાં આવ્યો હોય, તો ચેતી જજો. ભારત સરકારની સંસ્થા PIB (Press Information Bureau) Fact Check દ્વારા આ અંગે ચેતવણી જારી કરવામાં આવી છે કે આ પ્રકારના ઇમેઇલ્સ સંપૂર્ણપણે નકલી છે અને તે નાગરિકોને છેતરવા માટેની એક ફિશિંગ જાળ (Phishing Scam) છે.

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને ઇમેઇલ દ્વારા એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આવકવેરા વિભાગે તમારા રિટર્ન ફાઇલિંગમાં કેટલીક ભૂલો શોધી કાઢી છે અને તે સુધારવા માટે ઇમેઇલમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. આ મેસેજમાં ધમકીભર્યા સૂરમાં લખવામાં આવ્યું છે કે જો નિયત સમયમાં માહિતી નહીં આપવામાં આવે તો દંડની કાર્યવાહી કરવામાં આવશે.

સરકારી ફેક્ટ ચેક સંસ્થા PIB એ સ્પષ્ટતા કરી છે કે,આવકવેરા વિભાગ દ્વારા આવો કોઈ જ ઇમેઇલ મોકલવામાં આવ્યો નથી.વાયરલ થઈ રહેલો આ સ્ક્રીનશોટ તદ્દન ખોટો અને ભ્રામક છે. આ એક ‘ફિશિંગ એટેક’ છે, જેનો હેતુ તમારી અંગત અને નાણાકીય વિગતો ચોરી કરવાનો છે.

કેવી રીતે સુરક્ષિત રહેવું? : ઇમેઇલમાં આપેલી કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો,આવકવેરા સંબંધિત કોઈપણ કામકાજ માટે માત્ર ઇનકમ ટેક્સની સત્તાવાર પોર્ટલની જ મુલાકાત લો,ક્યારેય પણ તમારો OTP, બેંકિંગ વિગતો કે પાન કાર્ડની માહિતી અજાણ્યા સ્ત્રોત સાથે શેર ન કરો.

જો તમને પણ આવો કોઈ શંકાસ્પદ મેસેજ મળે, તો તમે PIB Fact Check ને WhatsApp નંબર +91 8799711259 પર અથવા ઇમેઇલ factcheck@pib.gov.in પર મોકલી શકો છો.

 

error: Content is protected !!