SC/ST અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં અનામત બચાવ સંઘર્ષ સમિતી દ્રારા સમગ્ર દેશ માં તા.૨૧મી ઓગસ્ટ ના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે,ત્યારે તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ સહિતના તાલુકાઓમાં ભારત બંધની અસર જોવા મળી છે.SC અને ST અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો વિરોધમાં SC અને ST સમાજના લોકો સમર્થ આપતા જોવા મળ્યા હતા.
ભારત બંધને અનુલક્ષીને તાપી જિલ્લામાં બંધ કરાવવા આદિવાસી આગેવાનો સહિત વ્યારા વિધાન સભાના પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામિત તથા બારડોલી લોકસભા-૨૦૨૪ના ઉમેદવાર સિધ્ધાર્થ ચૌધરી સહિતના સમાજના આગેવાનો વેપારી મંડળ સહિત દુકાને દુકાને ફરી બંધ રાખવા માટે તેમના દ્વારા વિનંતી કરવામાં આવી હતી.જોકે ઇમરજન્સી સેવાઓ મેડિકલ અને હોસ્પિટલો ચાલુ રાખવામાં આવી હતી.