સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં રાજ્ય ચૂંટણી કમિશ્નરે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ આ તારીખથી ચૂંટણી શરૂ થશે.
ચૂંટણી કમિશનર ડૉ.એસ મુરલીક્રિષ્નનએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી છે. 16 ફેબ્રુઆરી નારોજ મતદાન ,જ્યારે 18 ફેબ્રુઆરીએ મત ગણતરી થશે, 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે.
એક મનપા, 66 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પ્રસંગોપાત ખાલી પહેલી બેઠકો પર ચૂંટણી થશે.