સુરતમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનું મોટું રેકેટ ઝડપાયું

સુરતમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનું મોટું રેકેટ ઝડપાયું છે. SOG પોલીસે ઉત્રાણ વિસ્તારના લજામણી ચોક પાસે મેરીડીયન બિઝનેસ સેન્ટરમાંથી આ રેકેટ ઝડપી પાડયું છે.

પોલીસે આરોપી પાસેથી 19 મોબાઈલ ફોન, 4 લેપટોપ, 13 સીમ કાર્ડ, 31 પાસબુક, 87 ચેકબુક, 10 લાખ રૂપિયા રોકડા, પેપર કટિંગ મશીન મળી કુલ રૂપિયા 17,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાથે જ પોલીસે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી નંદલાલ વિઠલભાઈ ગેવરીયા છેલ્લા 10 વર્ષથી ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઇન ગેમિંગનું રેકેટ ચલાવતો હતો. તે ઉપરાંત બનાવ સ્થળે છેલ્લા દોઢ વર્ષથી ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઇન ગેમિંગનું રેકેટ શરૂ કર્યું હતું. આરોપીએ અલગ અલગ વેબસાઈટ બનાવી હતી અને લોકોને શેર બજારમાં ટ્રેડિંગ કરવાના બહાને ઓનલાઈન ગેમિંગમાં પૈસા રોકાણ કરાવતા હતા. જેમાં ડબ્બા ટ્રેડિંગ દ્વારા વિશ્વમાં ચાલતા ગેમિંગમાં પૈસા રોકાણ કરવામાં આવતા હતા. તેમાં સટ્ટો રમાડવામાં આવતો હતો. પોલીસ તપાસ દરમિયાન અલગ અલગ આઈડી ઉપરથી કુલ રૂપિયા 900 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

error: Content is protected !!