મુઝફ્ફરપુરમાં દોઢ માસ અગાઉ થયેલ ગેંગવોરની ઘટનાના મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે હજીરા રોડ પરથી એક કુખ્યાત શાર્પ શૂટરની ધરપકડ કરી છે. આરોપી સુધાંશુસિંહ ભૂમિહારની ધરપકડ કરવામાં આવી છે. દોઢ મહિના પૂર્વે બિહારના મુઝફ્ફરપુરમાં ગેંગવોરની ઘટના બની હતી, જેમાં હિમાશું ઠાકુરની ૫ શાર્પશૂટરોએ હત્યા કરી હતી. આ કેસમાં ઝડપાયેલ આરોપીઓ પૈકી સુધાંશુ મુખ્ય આરોપી છે. બિહાર પોલીસે આરોપી પર ૨૫ હજાર રૂપિયાનું ઇનામ પણ રાખ્યું હતું.
બિહારનાં મુઝફ્ફરપુરમાં દોઢ માસ અગાઉ જબરદસ્ત ગેંગવોર થયો હતો. આ ગેંગવોરમાં હિમાશું ઠાકુર નામના શખ્સની 5 શાર્પશૂટરોએ હત્યા કરી હતી. આ કેસમાં અગાઉ ઝડપાયેલ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી સુધાંશુસિંહ ઘટના બાદથી ફરાર હતો. ત્યારે હવે બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચે હજીરા રોડ પરથી શાર્પ શૂટર અને આરોપી સુધાંશુસિંહ ભૂમિહારની ધરપકડ કરી છે. બિહાર પોલીસે આરોપી પર રૂ. ૨૫ હજારનું ઇનામ પણ રાખ્યું હતું.
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી 20 દિવસ પહેલા જ સુરત આવ્યો હતો અને તેના બનેવી આદિત્યને ત્યાં રહેતો હતો. આરોપીનો બનેવી આદિત્ય એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર સુપરવાઈઝર છે. આરોપી સુધાંશુસિંહ વર્ષ 2018 થી 2022માં ધાડ-લૂંટમાં બિહાર પોલીસના હાથે પણ ઝડપાઇ ચૂક્યો હતો. આરોપી સુધાંશુસિંહ સામે હત્યા સહિત કુલ 5 ગુના નોંધાયેલા છે. માહિતી છે કે આરોપીને બિહાર પોલીસને સોંપવામાં આવ્યો છે.