વ્યારાનાં બેડકુવાદુર ગામનાં નવી વસાહત ફળિયામાં પ્રાથમિક શાળાની સામે રોડ ઉપર ધનુકા ચોકડીથી કણજા તરફ જતા રોડ ઉપર ઈકો કારનાં દરવાજા સાથે બાઈક ચાલક અથડાઈ જતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં સીસોર ગામનાં આમરાઈ ફળિયામાં રહેતા અનિલભાઈ મંગુભાઈ ચૌધરી ગત તારીખ ૧૦/૧૦/૨૦૨૪નાં રોજ સાંજના સમયે તેમના છોકરાને લેવા માટે બેડકુવાદુર નવી વસાહત પ્રાથમિક શાળા ખાતે જવા માટે નીકળ્યા હતા. તે સમયે ગામનાં જ નવી વસાહત ફળિયામાં પ્રાથમિક શાળાની સામે રોડ ઉપર ધનુકા ચોકડીથી કણજા તરફ જતા રોડ ઉપર આગળ ચાલતા ઈકો કાર નંબર જીજે/૨૬/એ/૮૧૪૬નાં ચાલકે પોતાના કબ્જાની ઈકો કારને કોઈ સાઈડ સિગ્નલ આવ્યા વગર અચાનક ઉભી કરી દીધી હતી તેમજ ઈકો કારનાં ચાલકે કારનો દરવાજો પાછળ કોઈ વાહણ આવે છે કે કેમ તે જોયા વગર બેદરકારી રીતે દરવાજો ખોલી દેતાં પાછળ આવતા બાઈક ચાલક અનિલભાઈ ચાલક સાઈડનાં દરવાજા સાથે અથડાઈ ગયા હતા જોકે આ ટક્કરમાં અનિલભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા થતાં તેમજ શરીરે ઓછી વત્તી ઈજા પહોચતા સારવાર દરમિયાન તેમનું ૧૩/૧૦/૨૦૨૪નાં રોજ મોત નિપજયું હતું. બનાવ અંગે પીયુષભાઈ સુમનભાઈ ચૌધરી (રહે.બેડકુવાદુર ગામ, વ્યારા)નાંએ તારીખ ૧૪/૧૦/૨૦૨૪નાં રોજ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે ઈકો કારનાં ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.