મુંબઈ : અનંત અંબાણીના લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. ભારતીય લગ્નમાં મહેમાનો 2-3 દિવસ પહેલા પહોંચી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે, બિન બુલાયે મહેમાન થઈને જવું તે એક ગુનો છે. મીડિયા અહેવાલ અનુસાર ખાસ કરીને જ્યારે બિઝનેસમેન મુકેશ અંબાણીના દિકરાના લગ્ન હોય તેમાં વીવીઆઈપી મહેમાનથી લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યાં હતા. અનંત અંબાણીના વેડિંગ વેન્યુ જે મુંબઈના બીકેસી સ્થિત જિઓ વર્લ્ડ સેન્ટરમાં છે. જ્યાં એક બિન બુલાયે મહેમાન એટલે કે, આમંત્રણ વગર યુટ્યુબર અને બિઝનેસમેન પહોંચી ગયા હતા. જેની મુંબઈની બીકેસી પોલિસે ધરપકડ પણ કરી છે. મીડિયા અહેવાલ અનુસાર જિઓ વર્લ્ડ સેન્ટરમાં કામ કરનાર સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના બલરામ સિંહ લાલની ફરિયાદના આધારે પોલિસે આ કેસ દાખલ કર્યો છે. મળતી જાણકારી અનુસાર સિક્યોરિટી ગાર્ડ શનિવારના રોજ એક વ્યક્તિ પર શંક ગઈ હતી. તે અનંત અંબાણીના વેડિંગ વેન્યુમાં ફર્સ્ટ ફ્લોર પર ફરી રહ્યો હતો.
ત્યારબાદ તેની પુછપરછ કરવામાં આવી તો જાણ થઈ કે, જિઓ વર્લ્ડ સેન્ટરના ગેટ નંબર 10થી અંદર આવી ગયો હતો. તેમણે કહ્યું કે, વેડિંગ વેન્યુને લઈ ખુબ ઉત્સાહિત હતો અને આ કારણે તે અંદર પ્રવેશી ગયો હતો. આરોપીનું નામ મોહમ્મદ શફી શેખ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે મુંબઈના સેટ વિરારનો રહેવાસી છે. શુક્રવારના રોજ જિઓ વર્લ્ડ સેન્ટરના પવેલિયન નંબર વન પર એક વ્યક્તિ પર શંકા થતાં વેંકટેશ અલુરી નામના એક યુટ્યુબરની પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે જાણ થઈ કે, તેને લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતુ અને અંબાણી પરિવારના લગ્ન માટે તે આંધ્રપ્રદેશથી આવ્યો હતો. સૌથી પહેલા તેને ગેટ નંબર 23 પર રોકવામાં આવ્યો હતો. પરંતુ તે અંદર પ્રવેશવામાં સફળ રહ્યો હતો. યુટ્યુબરે પોલિસ પુછપરછમાં જણાવ્યું કે, તે લગ્નના વીડિયો રેકોર્ડ કરી સ્ટ્રીમિંગ કરવા માંગતો હતો. બંને કેસમાં કાયદેસરની કાર્યવાહી કર્યા પછી, પોલીસે આરોપીઓને નોટિસ પાઠવી હતી અને બાદમાં છોડી દીધા હતા.