તાપીમાં ભાજપનો ચૂંટણી શંખનાદ: જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. સુરેન્દ્રનગર, વડોદરા અને અમદાવાદ જેવા મોટા જિલ્લાઓ બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ તાપી જિલ્લા માટે પણ પોતાના પત્તા ખોલી દીધા છે. પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ તાપી જિલ્લાની વિવિધ બેઠકો માટે ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ભાજપે તાપી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટે મુરતિયાઓ નક્કી કરી દીધા છે. જિલ્લા પંચાયતની સાથે સાથે ભાજપે નિઝર, ઉચ્છલ, વાલોડ, સોનગઢ, વ્યારા, કુકરમુંડા, ડોલવણ અને ઉકાઈ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી પણ પ્રસિદ્ધ કરી છે. નિઝર તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. વ્યારા તાલુકા પંચાયતની 20 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. સોનગઢ તાલુકા પંચાયતની 18 બેઠકોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે.

વ્યારા નગરપાલિકા માટે પણ ભાજપે મજબૂત ઉમેદવારોની પસંદગી કરી છે જેથી શહેરી વિસ્તારોમાં પોતાનો ગઢ જાળવી શકાય.આજે જાહેર થયેલી યાદીમાં ક્યાંક નવા ચહેરાઓને તક આપીને યુવા ઉત્સાહ વધારવાનો પ્રયાસ થયો છે, તો ક્યાંક અનુભવી નેતાઓ પર પસંદગી ઉતારીને સુરક્ષિત બેઠકો જીતવાની રણનીતિ અપનાવવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ મુરતિયાઓ મતદારોના દિલ જીતવામાં કેટલા સફળ રહે છે.

તાપીમાં ભાજપનો ચૂંટણી શંખનાદ: જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત  : જુવો લીસ્ટ

error: Content is protected !!