રાજ્યનું એકમાત્ર એસીબી વિભાગ લાંચિયા સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે,કોઈક વાર તો અઠવાડિયાઅ ચારથી વધુ લાંચિયાઓને ઝડપી પાડી તેઓની સામે કાર્યવાહી હાથ ધરી છે,તેમછતાં કેટલાક ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓ સુધારવાનું નામ સુધ્ધા લેતા નથી.
આજરોજ રાજ્યનું એસીબી વિભાગે પંચમહાલ જીલ્લાના કલોલ ખાતે સપાટો બોલાવ્યો છે, અહીની કચેરીમાં નાયબ મામલતદાર, સર્કલ ઓફીસર તરીકે કામગીરી બજાવતા રાકેશકુમાર કશનાભાઇ સુથારીયાને રૂપિયા ૧૦ હજારની લાંચ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે.,બનાવની વિગત પ્રમાણે આ કામના ફરીયાદીશ્રીને સરકારી પડતર જમીન ખેતી સારૂ મેળવવા અરજી કરેલ જેમાં સર્કલ ઓફીસરે સંમતિ આપવા સારૂ ફરીયાદી પાસે રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને એક સાથે ના થાય તો હપ્તેથી આપવા સંમતિ જણાવેલ,જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય, જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદશ્રીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી સર્કલ ઓફીસર રાકેશકુમાર કશનાભાઇ સુથારીયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧૦,૦૦૦/-લાંચની રકમ સ્વીકારી હતી જોકે આ દરમિયાન એસીબીએ આ સર્કલ ઓફીસર ઝડપી પાડ્યો હતો.