નિઝરમાં ખનીજ વિભાગની ચેકપોસ્ટ પર દાદાગીરી: કર્મચારીને ‘જાનથી મારી નાખવાની’ ધમકી

નિઝર તાલુકામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીને ધમકાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિઝરના વાંકા ગામની સીમમાં, નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલી ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ પર ફરજ પરના કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

વિગતો અનુસાર ગત 5મી એપ્રિલના રોજ ભૂષણભાઈ ક્ષત્રિય (રહે.તલોદા, મહારાષ્ટ્ર) અને તેમની સાથે અન્ય બે અજાણ્યા ઈસમો સ્કોર્પિયો ગાડી લઈને ચેકપોસ્ટ પર આવ્યા હતા. ત્યાં ફરજ પર રહેલા કર્મચારી રાહુલભાઈ સોલંકી સાથે ગાડી પર લાકડી મારવા બાબતે બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી. થોડી વારમાં અન્ય પાંચથી સાત અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને રાહુલભાઈ સાથે ધક્કામુક્કી કરી હતી. આ શખ્સોએ ધમકી આપતા જણાવ્યું હતું કે, “જો મહારાષ્ટ્રમાં આવશો, તો તમને જાનથી મારી નાખીશું.” આ મામલે કર્મચારી રાહુલભાઈ ભીમાભાઈ સોલંકીએ નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મુખ્ય આરોપી ભૂષણ ક્ષત્રિય સહિત કુલ 10 જેટલા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!