સુરતના રમકડાના બે વ્યાપારીઓ ઉપર ભારતીય માનક બ્યુરો (BIS)ના દરોડા

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા બ્યુરોના માન્ય લાઇસન્સ વિના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત રમકડાંના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ પર પ્રતિબંધછે, ત્યારે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પાસેથી માન્ય લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત રમકડાં  વેચતા સુરતના બે દુકાનદારો રાજેશ્વર ટોય વર્લ્ડ, જૈન પેઢી પાસે, દેસાઈ પોલ, ગોપીપુરા મેઈન રોડ અને નટરાજ ગેમ્સ અને ટોયઝ, નાગર ફળિયા, બેંક ઓફ બરોડા સામે, ચૌટા બજાર, ગાંધી ચોક પર BISના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ બંને વ્યાપારીઓ; રાજેશ્વર ટોય વર્લ્ડ માંથી ૧૭૦૦ અને નટરાજ ગેમ્સ અને ટોયઝ માંથી ૭૭૦૦ મળી કુલ આશરે ૯૪૦૦ નંગ ISI માર્ક વગરના કુલ રમકડાં જપ્ત કરવામાં આવ્યા છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.

જાન્યુઆરી-૨૦૨૧થીISI ચિહ્ન વિના કોઈપણ ઉત્પાદક અથવા વેપારી દ્વારારમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પરપ્રતિબંધછે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ૨૫ ફેબ્રુઆરી-૨૦૨૦ના હુકમથી ૧૪વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા રમવામાં આવતા રમકડાં પર ૧-જાન્યુઆરી, ૨૦૨૧ થી ISI ચિહ્ન ફરજિયાત કરવામાં આવ્યું છે, એટલે કે, ISI ચિહ્ન વિના કોઈપણ ઉત્પાદક અથવા વેપારી રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. જો આમ કરમાં આવે તો BIS એક્ટના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવે છે.આ ગુનામાં બે વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ.બે લાખનો દંડ અથવા બંને થઈ શકે છે.

BISના માન્ય લાયસન્સ વિના રમકડા વેચતા વેપારીઓની બાતમી BISને આપવા અનુરોધ : અનૈતિક ઉત્પાદકો અને વેપારીઓ લોકોને છેતરવા માટે BIS-ભારતીય માનક બ્યુરોના લાયસન્સ વિના તેમજ ISI ચિહ્ન વિનાના રમકડા સહિતની ચીજવસ્તુઓ બનાવે અનેવેચે છે. BIS સમયાંતરે આવી સામગ્રીના ઉપયોગને કારણે લોકોને છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમોથી બચાવવા માટે ચોક્કસ બાતમીના આધારે શ્રેણીબદ્ધ દરોડા પાડે છે. કોઈપણ વ્યક્તિ કે જેમની પાસે BIS પ્રમાણપત્રના દુરુપયોગ વિશેની માહિતી હોય અથવા આપ્રકારની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કે વેચાણ કરતા હોયચીફ, બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ, સુરત બ્રાન્ચ ઑફિસ, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કરીમાબાદ એડમિન બિલ્ડીંગ, ઘોડદોડ રોડ પરનો સંપર્ક કરી શકે છે, અથવા(ફોન 0261- 2990071, 2991171, 2992271, 2990690), subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણફરિયાદ કરી શકાય છે. આવી માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે એમએસ.કે. સિંહ, વરિષ્ઠ નિદેશક અને પ્રમુખ, સુરત બ્રાન્ચ ઓફિસની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!