મેટાને કન્ટેન્ટ ભલામણ પ્રણાલીમાં ફેરફાર કરવા કેન્દ્રનો આદેશ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપની મેટાને તેની કન્ટેન્ટ ભલામણ અને રેન્કિંગ પ્રણાલીની સમીક્ષા કરવા સૂચના આપી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે 10 ઑક્ટોબરે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ભ્રામક સામગ્રી પર દેખરેખ વધારવા અને જાહેર વ્યવસ્થાને જોખમમાં મૂકતી પોસ્ટ તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે.સરકારે મેટાને જૂના વીડિયો અને તસવીરોને વર્તમાન ઘટનાઓ સાથે જોડીને રજૂ કરતી સામગ્રી તેમજ ભ્રામક દાવાઓ પર નિયંત્રણ રાખવા સૂચના આપી છે. સાથે જ હિંસા ભડકાવતી કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી પોસ્ટ ઓળખવા માટે દેખરેખ મજબૂત કરવા અને કાયદા અમલીકરણ એજન્સીઓને સમયસર સહકાર આપવા ભાર મૂક્યો છે.

આ સૂચના એવા સમયે આપવામાં આવી છે, જ્યારે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થઈ રહ્યા છે. જોકે, સરકારી સલાહકારીમાં કોઈ ચોક્કસ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. (Courtesy)

error: Content is protected !!