છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાની ઘટનાને લઇને પોલીસ એકશનમાં, ચેતન પાટીલની ધરપકડ

મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાની ઘટનાને લઇને પોલીસ એકશનમાં આવી છે. જેમાં પોલીસે કોન્ટ્રાક્ટર અને આર્કિટેક્ટ જયદીપ આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેના પગલે કોલ્હાપુર પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી ચેતન પાટીલની કોલ્હાપુરથી ધરપકડ કરી છે.ચેતન પાટીલની ધરપકડ આજે વહેલી સવારે કરવામાં આવી છે.

પ્રતિમા કેવી રીતે પડી? : મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં સ્થિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગઈ હતી. જેને લઇને લોકોમાં ફેલાયેલા આક્રોશના પગલે સરકારે આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક ટેકનિકલ સંયુકત કમિટી બનાવી છે. જેમાં તેમાં સિવિલ એન્જિનિયર્સ, નિષ્ણાતો, IIT અને નેવીના પ્રતિનિધિઓનો સમાવવામાં આવ્યા છે.

ડિસેમ્બર 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અગાઉ, મુખ્યમંત્રીએ જાહેર બાંધકામ વિભાગને તેમની સિદ્ધિઓને અનુરૂપ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવા માટે દેશના શ્રેષ્ઠ શિલ્પકારો, સિવિલ એન્જિનિયરો, નિષ્ણાતો અને નૌકાદળના અધિકારીઓની એક સમિતિની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. જેના કારણે છત્રપતિ શિવાજી મહારાજના સમર્થનમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેવી ડે પર કર્યું હતું.આ પ્રતિમાના સ્થાને છત્રપતિ શિવાજી મહારાજની બીજી પ્રતિમા બનાવવામાં આવશે.

મહારાષ્ટ્રના દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં બનેલી શિવાજી મહારાજની પ્રતિમા સોમવાર 26 ઓગસ્ટના રોજ બપોરે 1 વાગ્યે પડી ગઈ હતી. આ પ્રતિમાનું ઉદ્ઘાટન 4 ડિસેમ્બર 2023 ના રોજ નેવી ડે પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

error: Content is protected !!