ભરૂચના અંકલેશ્વરથી 5000 કરોડનું કોકેન જપ્ત કરાયું

ગુજરાતમાં ડ્રગ્સ માટે સિલ્ક રુટ બની રહ્યો હોય તેમ સમગ્ર રાજ્યમાંથી ડ્રગ્સ મળી રહ્યું છે. ત્યારે ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે.  દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને ભરૂચના અંકલેશ્વરથી 5000 કરોડનું કોકેન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 5,000 કરોડ રૂપિયાનું 518 કિલો કોકેઈન જપ્ત કર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 5000 કરોડનું કોકેન જપ્ત કર્યું છે. ડ્રદિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં હાથ ધર્યું હતું. જેમાં 5,000 કરોડ રૂપિયાનું 518 કિલો કોકેઈન જપ્ત કર્યું છે. ડ્રગ્સ વિરુદ્ધ કેન્દ્ર સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ‘ડ્રગ ફ્રી ઈન્ડિયા કેમ્પેઈન’ હેઠળ આ સયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

એક સમાચાર એજન્સીના રિપોર્ટ્સ અનુસાર દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે ભરૂચના અંકલેશ્વરમાં અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીની શોધખોળ દરમિયાન 518 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે,થોડા દિવસ પહેલા જ દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલો જેટલો કોકેનનો જથ્થો જપ્ત થયો હતો. તે કેસની પૂછપરછ દરમિયાન જ તે દવા ગુજરાતના અંકલેશ્વરની અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવી હોવાનો ખુલાસો થયો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 1,289 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો, જેની કિંમત 13,000 કરોડ રૂપિયા છે, રિકવર કરવામાં આવી છે.

error: Content is protected !!