કામરેજ: જીતુભાઇ રાઠોડ ચોરીની મોટર સાયકલ સાથે સુરત ગ્રામ્ય LCBના સકંજામાં

સુરતના કામરેજ તાલુકાના વાવગામની સીમમાંથી ચોરીની મોટર સાયકલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે, જીતુભાઇ રાઠોડ નામનો ઇસમ ચોરીની મોટર સાયકલ નંબર GJ-21-AG-2313 સાથે વાવગામની સીમમાં ભક્ત ફળીયા પાસે ઉભો છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેનું નામ જીતુભાઇ બાબુભાઇ રાઠોડ (ઉંમર 45, રહે.નાયકી ફળીયુ, વાવગામ) હોવાનું બહાર આવ્યું હતું. આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આ મોટર સાયકલ આજથી ત્રણેક મહિના પહેલા વાવ ખાતેથી ચોરી કરી હતી.

error: Content is protected !!