યુટ્યુબ પર વીડિયો જોયા બાદ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું

ઓખાથી ભાવનગર જતી ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડનારા બોટાદ જિલ્લાના બે ખેત મજૂરોની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.મુસાફરોને લૂંટવાનું કાવતરું ઘડીને 25 સપ્ટેમ્બરે ઓખા-ભાવનગર ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવા બદલ બે ખેત મજૂરોની ધરપકડ કરવામાં આવી છે.આ અંગે પોલીસે જણાવ્યું હતું કે 24 વર્ષીય જયેશ નાગરભાઈ બાવળિયા અને 55 વર્ષીય રમેશ કાનજી સાલીયાએ યુટ્યુબ પર કેટલાક વીડિયો જોયા બાદ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડ્યું હતું.

દેશમાં અલગ-અલગ સ્થળોએ ટ્રેનોને પાટા પરથી ઉતારી દેવા માટેના પ્રયાસોની ઘટનાઓ સામે આવી છે, ટ્રેન ઉથલાવવાના થઈ રહેલા પ્રયાસોની વચ્ચે ગુજરાતમાંથી બે મજૂરોની ધરપકડ કરવામાં આવી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ રાજ્ય સરકારો, પોલીસ વડાઓ અને ફેડરલ એન્ટી ટેરર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સાથે મળીને ટ્રેક પર વસ્તુઓ મૂકીને મુસાફરોને નુકસાન પહોંચાડવા માટે અને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરી રહેલા લોકો વિરુદ્ધ કામ કરી રહ્યા છે.

આ અંગે વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે બોટાદ શહેરથી લગભગ 12 કિલોમીટર દૂર, 25 સપ્ટેમ્બરના રોજ સવારે 3:30 વાગ્યાની આસપાસ કુંડલી ગામ પાસે બંને આરોપીએ રેલવે ટ્રેક પર લોખંડનો સળિયો ઊભો રાખ્યો હતો. જોકે આ સળિયા સાથે ટ્રેન સાથે અથડાતા ટ્રેન ઉભી રહી ગઈ હતી, જેના કારણે મુસાફરોના જીવ બચ્યા હતા.પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ યુટ્યુબ વિડીયો જોઈને ટ્રેનને પાટા પરથી ઉતારવાની રીત શીખ્યા હતા. બંને આરોપી નજીકના કપાસના ખેતરમાં રાહ જોઈ રહ્યા હતા ત્યારે ઓખા-ભાવનગર ટ્રેનનું એન્જિન લોખંડની રેલના ટુકડા સાથે અથડાઈને બંધ થઈ ગયું હતું. જ્યારે ટ્રેન પાટા પરથી ઉતરી ન હતી, પરંતુ આ સમયે બંને આરોપી પોતાનું ટુ-વ્હીલર પર ઘટનાસ્થળ પર છોડીને ભાગી ગયા હતા.

error: Content is protected !!