સુરતના ડીંડોલી સાંઈ પોઈન્ટ ચાર રસ્તા નજીકથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના 11.52 લાખ રૂપિયાથી પણ વધુનો કન્ટેઈનર ઝડપાયું છે.પોલીસે કુલ 22.52 લાખ રૂપિયાનો મુદ્દમાલ કબજે કરી ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર, પોલીસે બાતમીના આધારે ડીંડોલી સાંઈ પોઈન્ટ ચાર રસ્તા પાસે એક કન્ટેઈનરને અટકાવ્યું હતું. જેની તપાસ કરતા 60 બોક્સમાં ભરેલી કુલ 2,880 બોબીન દોરી સાથે ટ્રક જપ્ત કરી. આ ચાઇનીઝ દોરીની બજાર કિંમત રૂ. 11.52 લાખ છે, જ્યારે કન્ટેનર ટ્રકની કિંમત 10 લાખ રૂપિયા છે. કુલ મુદ્દામાલ 22.52 લાખ રૂપિયાનો જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે ડ્રાઈવર અનીલ મીણાની અટકાયત કરીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અનીલ મીણા ટ્રાન્સપોર્ટરને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને અમદાવાદથી દવા લઈ સુરતના પાંડેસરા ખાતે ડિલિવરી કરવા આવ્યો હતો. દવાની ડિલિવરી કરી તે દોરીની ડિલિવરી અમદાવાદ કરવાની હતું. આ માલ ભરી અમદાવાદ જતો હતો, ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો.આ અંગે ડીંડોલી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.