રાજ્યમાં ફરી એક વખત કોરોના વાયરસ વર્ક્યો : નવા 68 કેસ નોંધાયા

રાજ્યમાં ફરી એક વખત કોરોના વાયરસ વર્ક્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં આજે એટલે કે 30મેના રોજ કોરોના વાયરસના નવા 68 કેસ નોંધાયા છે.

કોરોનાના કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને પોઝિટિવ કેસ પર કંટ્રોલ લેવા માટે અલગ અલગ પગલા ભરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં હાલમાં કૂલ 265 કોરોના વાયરસના એક્ટીવ કેસ છે.જે પૈકી 11 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે,જ્યારે કૂલ 254 દર્દી હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.

રાજયમાં કોરોનાના કેસ વધવાના કારણે આવતીકાલે 31મેના રોજ સરકારી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે.ઓક્સિજન પ્લાન્ટને લઈ મોકડ્રીલ યોજાશે.ઓક્સિજન પ્લાન્ટ ચેક કરવામાં આવશે, કોરોનાને લઇ આરોગ્ય વિભાગે દાવો કર્યો કે હાલ સ્થિતિ ચિંતાજનક નહીં.જણાવી દઈએ કે રાજ્યમાં હાલમાં કુલ 265 કોરોના એક્ટીવ કેસ નોંધાયા છે. કોરોનાના 11 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

error: Content is protected !!