સોનગઢના ડોસવાડા ગામના ખાટીબોર ફળિયામાં રહેતા લલીતાબેન જયંતીભાઈ ગામીત તારીખ ૦૭-૦૨-૨૦૨૫ નારોજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ ૩૧-૦૫-૨૦૨૫ નારોજ મારી છોકરી સુનીતાના સસરા ઈશ્વરભાઈ હોલ્લાભાઈ ગામીત અને સાસુ રમીલાબેન ઈશ્વરભાઈ ગામીત (રહે.કુમકુવા ગામ, પટેલ ફળિયું, સોનગઢ)નાઓ વહુ તરીકે મારી છોકરી સુનીતાને પસંદ કરતા નથી અને તું મારા છોકરાને લાયક નથી તેમ કહી મહેણાં ટોણા મારતા હતા અને મનદુઃખ રાખી સાસુ-સસરા બંને જણા વહુ સુનીતાને મારમારી ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો જેથી સસરા ઈશ્વરભાઈ હોલ્લાભાઈ ગામીત અને સાસુ રમીલાબેન ઈશ્વરભાઈ ગામીત વિરુધ ફરિયાદ આપી હતી.
