Crime: સાસુ-વહુ વચ્ચે નજીવી બાબતે થયેલ તકરાર વ્યારા પોલીસ મથકે પહોંચી

વ્યારાનાં કણજા ફાટક ખાતે રહેતી સલમાબીબી અબ્દુલહફીઝ પઠાણ (ઉ.વ.૬૩) ગુજરાન ચલાવ છે જયારે ગત તારીખ ૨૯/૦૭/૨૦૨૪નાં  ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, મારો છોકરો ઇમારન તથા વહુ શેહેનાઝ નાઓનો પારીવરીક ઝઘડો થતો હોય જેથી અમારા ઘરની બાજુમાં ઇમરાનનાં ઘરમાં ગઈ હતી જયાં વહુ શહેનાઝ તથા છોકરો ઇમારને ઝગડો તકરાર કરવા ના પાડી હતી અને સમજાવતી હતી તે દરમિયાન વહુ સેહેનાજબાનુ એ ચુલા ઉપર ગરમ પાણી મુકી પાણી ગરમ થયા પછી પાણી બાથરૂમ તરફ લઇ જતી હતી.

તે સમયે ગરમ પાણીનું તપેલુ છોકરા ઇમરાન ઉપર નાંખતા ગરમ પાણી મારા જમણા પગ તથા કમરનાં ભાગે પડતા ગરમ પાણીથી દાઝી ગઈ હતી જે પછી વહુ શેહેનાઝ મારી સાથે ઝપાઝપી કરવા લાગી હતી અને ઢીકમુક્કીનો માર માર્યો હતો. તે સમયે મારો મોટો છોકરો ઇમરાન તથા નાનો છોકરો સમીર વચ્ચે પડી વધુ મારથી બચાવી લીધી હતી. પરંતુ તે સમયે વહુ શહેનાઝએ કહેલ કે આ વખતે તું બચી ગઈ છે પંરતુ બીજી વખત તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. તેમજ મારી વહુ સેહેનાજબાનુ તેના પિયર જતી રહી હતી અને ત્યારબાદ છોકરો ઇમરાન તથા સમીર વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ ગયા હતા. તેમજ આ ઝગડા બાબતે છોકરા તથા મારા પતિ સાથે ચર્ચા કરી જે તે સમયે ફરીયાદ આપી ના હતી. પરંતુ તારીખ ૦૩/૦૯/૨૦૨૪નાં રોજ મારી વહુ શહેનાઝ સવારના આઠ વાગ્યે અમારા ઘરે આવેલ મારી સાથે બોલાચાલી તકરાર કરી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી મારા પતિ અબ્દુલહફીઝ તથા છોકરો સમીર તથા ઇમરાન સાથે વ્યારા પોલીસ મથકે વહુ શેહેનાઝ સામે પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!