આગર માલવા: મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાના નલખેડામાં પ્રસિદ્ધ મા બગલામુખી મંદિર નજીક ભારે વરસાદને પગલે મોટો અકસ્માત સર્જાયો હતો. વરસાદી નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં શ્રદ્ધાળુઓની કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર તમામ 8 શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યાં હતાં.
મૃતકોમાં 3 બાળકો, 2 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતકોની ઓળખ અને પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.





