સોનગઢ તાલુકાના ડોસવાડા ગામ પાસે મીંઢોળા નદી પર બનાવવામાં આવેલો ડોસવાડા ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણોસર ડેમ છલકાઈ ગયો છે.ડેમના ઉપરથી વરસાદી પાણી વહી રહ્યાં છે.તારીખ ૨૫મી જુન ૨૦૨૫ બુધવાર નારોજ ડેમ છલકાતા ડેમના ઉપરથી પાણી વહેતા જોવા મળ્યા હતાં. ડેમ પૂર્ણ પણે ભરાઈ જતાં ડેમ થકી લાભ મેળવતા કાંઠા વિસ્તારના ગામડાંના ખેડૂતોમાં આનંદની લાગણી ઊભી થઈ છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ગાયકવાડી રાજના સમયનો ડોસવાડા વિયર ડેમ ચાલુ વર્ષે છલકાયો છે,આ ડેમની સપાટી દરિયાઈ લેવલ થી 405 ફૂટ જેટલી છે, ડેમ ઓવરફ્લો થતા ડેમનો રમણીય નજારો જોવા મળી રહ્યો છે, ડોસવાડા ડેમ છ્લકાવાને પગલે ડેમને સંલગ્ન સોનગઢ અને વ્યારા તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે.