સોનગઢના હાઇવે માર્ગ પરથી એક રાજયમાંથી બીજા રાજયમાં વહન કરી લઇ જવાતી ૯ ભેંસો ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર અને ક્લિનરની અટકાયત કરાઈ

સોનગઢ તાલુકાના માંડળ ટોલનાકા પાસેથી એક ટ્રકમાંથી પાસ પરમીટ વિના એક રાજયમાંથી બીજા રાજયમાં વહન કરી લઇ જવાતી તેમજ ટુંકા દોરડાથી બાંધી ઠાંસી-ઠાંસીને ક્રુર રીતે ઘાસચારા, પાણીની સુવિધા વિના કે તળીયે માટી નહીં રાખી, હલનચલન માટે વાજબી મોકળાશ નહીં રાખી ક્રુરતાપુર્વક લઈ જવાથી ૯ ભેંસોને ઉગારી લીધી હતી. પશુ પરિવહનના દરેક નિયમોનો ભંગ કરી પશુઓનું વહન કરતા ડ્રાઈવર દિલાવરખાન ગુલામખાન પઠાણ(રહે.હુસેનીયા સોસાયટી-૧, નવી શાક માર્કેટ પાસે ભરૂચ) અને ક્લિનર ઇકબાલ મહંમદવલી પટેલ(રહે.કસકફુવારા, પાણી ટાંકી પાસે ભરૂચ)ની અટક કરી જેઓ પાસેથી મોબાઈલ નંગ-૧, ટ્રક રૂ.૭,૦૦,૦૦૦ તથા કુલ ભેંસો નંગ-૯ રૂ.૭૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ભેંસો ભરી આપનાર ઈ બ્રાહિમ આગ્રાવાલ (રહે.પાલખેજ, ભરૂચ) અને વાહનમાલિક સલીમુદ્દીન ઝિયાદુદ્દીન લાકડાવાળા(રહે.લાકડાવાળા સ્ટ્રીટ મલેકવાડમ, ભરૂચ)ને વોન્ટેડ જાહેર કર્યા છે.

error: Content is protected !!