ખેડા : ઉનાળો અને ચોમાસા જેવી મિશ્ર ઋતના કારણે ખેડા જિલ્લાના માતર તાલુકામાં રતનપુર ગામે પાણીજન્ય રોગચાળો વકર્યો છે… જેના લીધે ગામમાં ઝાડા ઊલ્ટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે… છેલ્લા બે દિવસની અંદર 140 જેટલા ઝાડા ઉલ્ટીના કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
ઝાડા ઉલટીના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે… ઝાડા ઊલટીના વાયરસથી બે લોકોના મોત નીપજ્યા છે… ત્યારે હવે જાગેલા આરોગ્ય વિભાગ દ્વારા 11 જેટલી ટીમો બનાવીને સર્વેની અને દવા આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે… તેમજ સમગ્ર ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ પરમાર રતનપુર ગામમાં દોડી આવી આરોગ્ય વિભાગને જરૂરી સૂચનાઓ આપી હતી…