વલસાડ જિલ્લામાં ઉમરગામ જીઆઇડીસીમાં ફેકટરીમાં શનિવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ક્લિયર પોલી પ્લાસ્ટ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બનતા નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડને જાણ કરાતા પાંચ થી વધુ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઇ.
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCની પ્લાસ્ટિકનાં ફાઈલ અને ફોલ્ડર બનાવતી કંપનીમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. કંપનીમાં આગની ઘટના બનતા વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCની પ્લાસ્ટિકનાં ફાઈલ અને ફોલ્ડર બનાવતી કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી. કંપનીમાં આગની ઘટના બનતા વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનામાં કંપનીમાં રહેલો તમામ માલ સામાન બળીને ખાખ થયો હતો. કંપનીમાં આગ કંઈ રીતે લાગી તે હાલ અંકબંધ રહ્યુ છે.પરંતુ, આગ એટલી વિકરાળ હતી કે આગની જવાળાઓ 10 ફૂટ ઊંચે ઊઠી હતી. મોડી રાતે આગની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, આગ કાબૂમાં આવી જતા ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.