હોટલ સંચાલક પર જીવલેણ હુમલામાં છેલ્લાં ૨૫ વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાંચે પકડી પાડયો હતો. સચિન-કનસાડ રોડ પર સાઈ ભૂપત સોસાયટી પાસેથી આકુલ રામચંદ્ર લેન્કા (રહે. સાઈ ભુપત સોસાયટી, પાલીગામ- મૂળ ગંજામ, ઓરિસ્સા)ને પકડી પાડયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે આકુલ વર્ષ ૨૦૦૦માં પાંડેસરાના સિદ્ધાર્થનગર વસાહત ખાતે રહેતો અને મજૂરી કામ કરતો હતો તે વખતે મિત્રો સાથે મળી પાંડેસરાના સિદ્ધાર્થનગરમાં મેસ ચલાવતા ગોપીનાથ ગૌડ પર છરા વડે હુમલો કર્યો હતો. પોલીસ ધરપકડથી બચવા તે વતન ઓરિસ્સા ભાગી ગયો હતો. થોડા સમય પહેલાં સુરત આવી અલગ-અલગ સરનામે છુપાઈને રહેતો હતો. આ કેસમાં અગાઉ ૩ આરોપી પકડાઇ ચૂક્યા હતા.કોર્ટે આકુલ વિરુદ્ધ સીઆરપીસી કલમ-૭૦ મુજબનું વોરન્ટ પણ જારી કર્યુ હતું. આખરે ૨૫ વર્ષે આરોપીને પકડવામાં સફળતા સાંપડી હતી.