સુરતના પુણામાં જુના બે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકયા હતા તો તેમણે અંગત અદાવત રાખી પહેલા જયાં નોકરી કરતા હતા તે જગ્યાએ જઈને 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા તો પુણાના ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીઝના પહેલા માળે ફાયરિંગની ઘટના બની હતી અને દોડધામ મચી હતી, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.
મળતી માહિતી અનુસાર સુરતના પુણામાં ફરી એક વાર ફાયરિંગની ઘટના બની છે જેમાં કારખાનામાંથી કર્મચારીને કાઢી મૂકતા બે ભૂતપૂર્વ કર્મચારીઓએ ફાયરિંગ કર્યુ હતુ, જેમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરી બે શખ્સો ફરાર થયા છે, અંગત અદાવતમાં ફાયરિંગ થવાથી અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે, તો પોલીસે ફાયરિંગનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સાડી બનાવતા કારખાનામાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.ફાયરિંગ કર્યા બાદ બન્ને શખ્સો મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ ગયા હતા અને પોલીસે હાલ આ મામલે અલગ-અલગ ટીમો બનાવી છે, તો તે ટીમ આરોપીને શોધવા માટે લાગી છે, પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, આરોપી અન્ય કોઈ લૂંટ કરે તે પહેલા જ તેમણે મોબાઈલ ફોનની લૂંટ કરી હતી અને ફાયરિંગ કરનાર શખ્સો પરપ્રાંતિય છે અને સમગ્ર મામલે પુણા પોલીસે વધુ તપાસ હાથધરી છે. આરોપીઓ સુરતથી તેમના વતન ગયા હોઈ શકે છે તેવી પોલીસને શંકા છે.ફરિયાદી મદનસિંહ ભાટીનું કહેવું છે કે, બપોરના સમયે દિલિપસિંહ કારખાને આવ્યો હતો અને તે ભૂતપૂર્વ કર્મચારી છે અને તેની પાસે બંદૂક હતી અને તેણે બારણું બંધ કરીને ફાયરીંગ કર્યુ હતુ.